26 અને 27 જાન્યુઆરી દરમ્યાન તમામ તાલુકા મથકો ખાતે ઉમેદવારોની પસંદગી માટે નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે મોરબી: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે ત્યારે ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવવા રાજ્યમાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો હોવાના વાવડ વચ્ચે 26 અને 27 જાન્યુઆરીએ મોરબી જિલ્લા-તાલુકાની તથા નગર પાલિકાઓની બેઠકો માટે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા હાથ ધરાઈ છે. મોરબી જિલ્લામાંથી ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવવા માંગતા ઉમેદવારોની સેન્સ લેવા માટે તાલુકા સ્તરે નિરીક્ષકોની નિમણુંક કરવામાં આવી છે. જે મુજબ, માળિયા તાલુકા માટે તારીખ 26/1/2020ને મંગળવારે સપ્તેશ્વર હનુમાનજીના મંદિર, સરવડ ખાતે રાઘવજીભાઇ ગડારા, ગોરધનભાઈ સરવૈયા અને હંસાબેન ઠાકર તથા હળવદ તાલુકા માટે તારીખ 27 જાન્યુઆરી 2020ના રોજ સવારે 10:00 કલાકે શરણેશ્વર મહાદેવના મંદિરે કે.એસ. અમૃતિયા, હસુભાઈ પંડ્યા અને મંજુલાબેન દેત્રોજાની નિમણુંક કરાઈ છે. તારીખ 26/1/2020ના રોજ બપોરે 02:00 કલાકે મિલન પાર્ટીપ્લોટ, નવલખી રોડ મોરબી ખાતે મોરબી તાલુકા માટે જેસંગભાઈ બાબુભાઈ હુંબલ, ઘનશ્યામભાઈ ગોહિલ અને જશુબેન પટેલ, ટંકારા તાલુકામાં 27 જાન્યુઆરી 2020ના રોજ સવારે 10:00 કલાકે જયશ્રી મસાલા ખાતે નરેન્દ્રસિંહ ઝાલા, રજનીભાઈ સંઘાણી અને હંસાબેન પારેધી, વાંકાનેર તાલુકામાં તારીખ 27 જાન્યુઆરી સવારે 9:00 કલાકે વાંકાનેર તાલુકા ભાજપના કાર્યાલય, ગરાસીયા બોર્ડિંગ, નેશનલ હાઈવે ખાતે જયરાજસિંહ જાડેજા, ભવાનભાઈ ભાગીયા, હંસાબેન રંગપરીયાની નિરીક્ષક તરીકે નિમણુંક કરવામાં આવી છે. જ્યારે વાંકાનેર શહેર વોર્ડ નંબર 1થી 4 માટે તારીખ 26 જાન્યુઆરીને સાંજે 6:00 કલાકે લોહાણા ભોજનશાળા, દિવાનપરા ખાતે પ્રદીપભાઈ વાળા, પ્રભુભાઈ પનારા અને કાજલબેન ચંડીભમર, વાંકાનેર શહેર વોર્ડ નંબર 5થી 7 માટે 26 જાન્યુઆરીએ જ સાંજે 6:00 કલાકે લોહાણા ભોજનશાળા ખાતે અનિલભાઈ મહેતા, અશ્વિનભાઈ કોટક અને રમાબેન ગડારા સેન્સ લેવાની પ્રક્રિયામાં જોડાશે. માળીયા શહેર વોર્ડ નંબર 1થી 6 માટે તારીખ 27 જાન્યુઆરી બપોરે 4:00 કલાકે વાગડિયા ઝાંપા, એબનશા પીરની દરગાહના ગ્રાઉન્ડમાં જ્યોતિસિંહ જાડેજા, ચંદુભાઈ હુંબલ, ભાવિનીબેન ડાભી ઉમેદવારો માટે સેન્સ લેશે. મોરબી શહેર વોર્ડ નંબર 1થી 7 માટે તારીખ 27 જાન્યુઆરી બપોરે 2:00 કલાકે મોરબી શહેર ભાજપ કાર્યાલય, રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિમિટેડ, રવાપર રોડ પર સુરેશભાઇ પ્રજાપતિ, રસિકભાઈ વોરા, કાજલબેન પ્રદ્યુમનભાઈ પટેલ સેન્સ લેવા માટે પહોંચશે. મોરબી શહેરના વોર્ડ નંબર 8થી 13 માટે 27 જાન્યુઆરીએ બપોરે 2:00 વાગ્યે જ મોરબી શહેર ભાજપ કાર્યાલય, રવાપર ખાતે સવજીભાઈ અઘારા, અજયભાઈ રાવલ અને સંગીતાબેન વોરા નિરીક્ષક તરીકે સેન્સ લેવાની પ્રક્રિયામાં જોડાશે.