મોરબી : મોરબીમાં જામીન ઉપર છૂટેલા શખ્સે ફરિયાદી મહિલાને ફરી ધમકી આપી હોવાની ફરિયાદ બી ડિવિઝનમાં કરવામાં આવી છે. જેના આધારે પોલીસે શખ્સ સામે અટકાયતી પગલાં પણ લીધા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી બી ડિવિઝન પોલીસ મથકે મહિલાએ અરજી મારફત ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.3/07/2020ના રોજ તેને નયન પ્રાણજીવનભાઈ વિલપરા સામે ફરિયાદ કરેલ હોય તેઓએ જામીન ઉપર છુટી તેમના ઘર પાસે શ્રદ્ધા પાર્ક યમુનાનગર ખાતે વિલપરા નીલકંઠ સોસાયટી વાળા રસ્તેથી પાછળથી આવી તેઓ અને તેઓના ભાઈને મોરબી મૂકીને જતી રહે નહિતર જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. બાદમાં તેને જીજે 36એલ 4493 કાર ભગાવી દીધી હતી. આ અગાઉ પણ તેને મારી નાખવાની ધમકી આપી હોય એ ડિવિઝનમાં ફરિયાદ કરી હતી. માટે તેની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.