મોરબી : મોરબી શહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સો પકડાયા છે. પોલીસ દ્વારા ત્રણેય શખ્સોની અટકાયત કરવામાં આવી છે. ગઈકાલે તા. 22ના રોજ મોરબીમાં સંઘવી શેરીમાં જુગાર રમતા હસમુખભાઈ ઉર્ફે ફૌજી લીલમદાસ નિમાવત, સંજયભાઈ ગરચર બોરીચા અને યુનિસભાઈ આમદભાઈ સુમરાને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. 10,700 જપ્ત કર્યા છે. તેમજ આ ત્રણ શખ્સો સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.