વાંકાનેર : વાંકાનેરના પ્રાંત અધિકારીની છેલ્લા ઘણા સમયથી ખાલી રહેલી જગ્યા ભરાય ગઈ છે. આજે રાજ્યના મહેસુલ વિભાગે 16 જેટલા જીએએસ અધિકારીઓની બદલીનો ઘાણવો ઉતાર્યો છે. જેમાં દેવભૂમિ દ્વારકાના જિલ્લા પુરવઠા અધિકારી પ્રશાંત મંગુડાની વાંકાનેર પ્રાંત તરીકે બદલી કરવામાં આવી છે. અત્યાર સુધી વાંકાનેર પ્રાંતનો ચાર્જ હળવદના પ્રાંત સંભાળી રહ્યા હતા. હવે વાંકાનેર પ્રાંતની ખાલી જગ્યા ભરાતા તેઓ ઉપર કામનું ભારણ હળવું થશે. આ સાથે મહેસુલ વિભાગે મોરબી જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારી એસ.એમ.કાથડને મોરબી ડેપ્યુટી કલેકટર-2નો વધારાનો ચાર્જ પણ સોંપ્યો છે.