વોર્ડ નં. 3માં પાણીના સંપનું લોકાર્પણ કરાયું મોરબી : મોરબી શહેરમાં ગઈકાલે રોડ-રસ્તાના કામોનું ખાતમુર્હુત અને પાણીના સંપનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં સો-ઓરડી વિસ્તારમાં સી.સી. રોડની કામગીરીનું ખાતમુર્હુત તેમજ પાણીના સંપનું લોકાર્પણ મોરબી-માળીયા (મી.)ના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાના હસ્તે કરવામાં આવ્યું હતું. જયારે વોર્ડ નં. 5ના રોડ-રસ્તાના કામોનું ખાતમુર્હુત સ્થાનિક અગ્રણીઓના હસ્તે કરવામાં આવ્યું હતું. મોરબીમાં સો-ઓરડી વિસ્તારમાં સી.સી. રોડની કામગીરીનું ખાતમુર્હુત કરાયું મોરબીમાં સો-ઓરડી વિસ્તારમાં સી.સી. રોડની કામગીરીનું ખાતમુહૂર્ત મોરબી-માળીયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા સહીતના અગ્રણીઓના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે ભાજપ શહેર પ્રમુખ લાખાભાઈ જારીયા, મોરબી જીલ્લા ભાજપના મહામંત્રી જયરાજસિંહ જાડેજા, કાઉન્સીલર જશવંતીબેન સુરેશભાઈ શીરોહીયા, કાઉન્સીલર હીનાબા જાડેજા, કાઉન્સીલર ગૌતમભાઇ સોલંકી, જ્યોતિસિંહ જાડેજા, મનસુખભાઈ બરાસરા, સુરેશભાઈ શીરોહીયા, રમેશભાઈ ભરવાડ, હરીભાઇ રાતડીયા, બળવંતભાઈ શનાળીયા, ગીરૂભા જાડેજા, લાલજીભાઇ રાતડીયા, લાલુભા ઝાલા, હસુભાઇ વામજા, રમેશભાઈ વડસોલા, વાય. બી. જાડેજા, કાન્તીલાલ કણસાગરા, બીપીનભાઈ દેરાશ્રી, મેઘરાજસિંહ ઝાલા, દિનેશભાઇ સખનપરા, પંકજભાઇ પ્રજાપતિ, નાથાભાઇ ભોરણીયા, એન્જીનીયર ધીરૂભાઇ સુરેલીયા, નગરપાલિકાના ચીફ ઓફિસરના પીએ અમીનભાઇ તેમજ સ્થાનિકો હાજર રહેલ હતા. મોરબીમાં વોર્ડ નં. 5ના રોડ-રસ્તાના કામોનું ખાતમુર્હુત કરાયું મોરબી શહેરના વોર્ડ નંબર 5ના રોડ-રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં કંસારા શેરી, મોચી શેરી, કુબેરનાથ રોડ, સૈફી મહોલ્લાનાં કામોનું ખાતમુહૂર્ત નગરપાલિકાના એન્જિનિયરો, પ્રદીપભાઈ વાળા, અનિલભાઈ મહેતા, અનોપસિંહ જાડેજા, પ્રફુલભાઈ સોની, કુસુમબેન રાઠોડ, ડો. દિલીપભાઈ ભટ્ટ, કેયુરભાઈ પંડ્યા, દિનેશભાઇ કંસારા, તેજસભાઈ સોની, કેતનભાઈ સોની, ભાવેશભાઈ વજેરિયા, ગજુભા બાપુ, ભૂપતભાઈ પંડ્યા, વનરાજસિંહ જાડેજા, રાજુભાઇ મેર, ચિંતનભાઈ આશર, જ્યોતિષ ગોંડલીયા, પ્રવીણભાઈ કંસારા, ખોડુભા, વેદસાહેબ, ઝોહરભાઈ, અબ્બાસભાઈ, અમીનભાઈ, શબ્બીરભાઈ, કુતુબભાઈ વિગેરે આગેવાનોની ઉપસ્થિતિમાં રાખેલ હતું. મોરબીના વોર્ડ નં. 3માં ધારાસભ્યના હસ્તે પાણીના સંપનું લોકાર્પણ કરાયું મોરબી શહેરના વોર્ડ નં. 3માં ભૂતકાળમાં ત્રીસ લાખ લીટર પાણીના સંપનું ખાતમુહૂર્ત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. તે સંપનું લોકાર્પણ ગઈકાલે મોરબી-માળીયા (મી.)ના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા અને મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જયરાજસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચંદુભાઈ હૂંબલ, અનિલભાઈ વાઘેલા, પ્રકાશભાઈ ચબાડ, બીપીનભાઈ વડસોલા, માવજીભાઈ પટેલ, કાંતિભાઈ પટેલ, રાજુભાઇ મારાજ, પુષ્પરાજસિંહ ઝાલા સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.