મોરબી: ટ્રાફિકને અડચણરૂપ થતા, કોવિડ 19 ગાઈડલાઇન્સનો ભંગ કરતા, આરટીઓના નિયમોનો ઉલ્લાળિયો કરતા વિવિધ વાહન ચાલકો સામે અલગ અલગ કલમ હેઠળ ગુન્હાઓ નોંધી ગુરુવારે એક જ દિવસમાં મોરબી જિલ્લામાંથી કુલ 21 વાહનચાલકો સામે કાર્યવાહી કરી, વાહનો જપ્ત કરાતા નિયમભંગ કરતા વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગુરુવારે એક જ દિવસમાં મોરબી જિલ્લામાંથી કુલ 21 વાહનો અલગ અલગ ગુન્હાની કલમો હેઠળ ડિટેઇન કરાયા હતા. જેમાં મોરબી સીટી.એ.ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં આવતા મોરબી નગર દરવાજા પાસેથી 1 સીએનજી રીક્ષા, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં આવતા ગેંડા સર્કલ પાસેથી ઓવર પેસેન્જર ભરેલી 1 સીએનજી રીક્ષા, ટ્રાફિકને અડચણરૂપ થાય એમ પાર્ક કરેલી 1 સીએનજી રીક્ષા, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં હળવદ હાઇવે, ઘૂંટુ ગામ નજીક, બાપા સીતારામની મઢુલી પાસેથી 1 બાઇક, 1 સીએનજી રીક્ષા સહિતના વાહનો વિવિધ કલમો હેઠળ ડિટેઇન કરાયા હતા. જ્યારે જિલ્લાના તાલુકાઓમાં જોઈએ તો, ટંકારા પોલીસે ખીજડિયા ચોકડી પાસે 1 અશોક લેલન દોસ્ત માલ વાહક વાહન, 1 છોટા હાથી, નગરનાકા પાસેથી 9 પેસેન્જર બેસાડેલી 1 ક્રુઝર ગાડી, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવતી ઢૂંવા ચોકડી પાસેથી 1 ઇકો કાર, 1 સીએનજી રીક્ષા, મેરસિયા બસ સ્ટેન્ડ પાસેથી 5 ઇકો કાર, વાંકાનેર સીટી પોલીસે જિનપરા જકાતનાકા પાસેથી 1 બાઇક, 1 સીએનજી રીક્ષા, 1 ઇકો કાર, હળવદ પોલીસે ભારત પેટ્રોલપંપ પાસેથી 1 ઇકો કાર, સરાનાકા પાસેથી 1 સીએનજી રીક્ષા, માળીયા મિયાણા પોલીસ સ્ટે.ની હદમાં ત્રણ રસ્તા પાસેથી વધુ પેસેન્જર બેસાડીને નીકળેલી 1 સીએનજી રીક્ષા સહિતના વાહનો અલગ અલગ કલમો હેઠળ ગુન્હાઓ નોંધી ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.