મોરબી : મોરબીમાં જુગાર રમતા ત્રણ શખ્સો પકડાયા છે. આ શખ્સો સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધાયો છે. મોરબી શહેરના લાતીપ્લોટમાં જુગાર રમી રહેલા મોસીનભાઈ સલીમભાઇ મોવર, કિશનભાઇ નારણભાઇ સરવૈયા અને કિશનભાઇ ભીખુભાઇ મેવાડાને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. 13,800 જપ્ત કરી છે. તેમજ પોલીસ દ્વારા આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.