- text
અત્યાર સુધીમાં મંદિર નિર્માણ માટે એકત્રિત થયેલી ધનરાશિનો આંકડો 100 કરોડ રૂપિયાને પાર:
મોરબી: રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા રામજન્મભૂમિ અયોધ્યા પર ભવ્ય રામમંદિર નિર્માણ અંગે ચાલી રહેલા ‘નિધિ સંગ્રહ અભિયાન’ને અભૂતપૂર્વ જન સમર્થન મળી રહ્યું છે. રામમંદિરના નિર્માણ માટે દેશભરમાંથી ભક્તો યથા શક્તિ પોતાનું યોગદાન આપી રહ્યા છે. આશરે 1000 કરોડ રૂપિયાનું અનુદાન એકઠું થવાની ધારણા રખાઈ રહી છે. અત્યાર સુધીમાં 100 કરોડથી વધુ રકમ એકત્રિત થઈ ચૂકી છે ત્યારે મોરબી શહેરમાંથી પણ લોકો શક્તિ મુજબ ભક્તિ કરી રહ્યા છે.
- text
મિલેનિયમ ગૃપના મનસુખભાઈ કોરડિયા દ્વારા રુપિયા 5 લાખ, સિરામિક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજા દ્વારા રુપિયા 3,51,111 તથા વરમોરા ગૃપના ભરતભાઈ વરમોરા દ્વારા 3,51,000 રૂપિયા અર્પણ કરવામાં આવ્યા હતા. સિરામિકના વ્યવસાય સાથે સંકળાયેલા યોગેશભાઈ કગથરાએ રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રનું રજિસ્ટ્રેશન થતાની સાથે જ સપ્ટેમ્બર મહિનામાં 25000 રુપિયા અર્પણ કર્યા હતા અને પ્રતિમાસ 25000 રકમ સમર્પણ કરવાનો સંકલ્પ કર્યો હતો. તે દરમિયાન આ અભિયાન શરુ થતા તેઓએ અન્ય 4 લાખ રુપિયાનો ચેક અર્પણ કર્યો હતો. આ તમામ આગેવાનોએ આ અભિયાનમાં અન્ય ઉધોગપતિઓને પણ આગળ આવવા આહવાન કર્યું હતું.
મુળ પોરબંદરના વતની અને હાલ પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના બગીચામાં માળીકામ કરતા નગાભાઈ પરમારે રુપિયા 1111ની રકમ અર્પણ કરી અને ભગવાન શ્રીરામ પ્રત્યેની પોતાની શ્રધ્ધા વ્યક્ત કરી હતી. તેઓએ કહ્યું હતું કે, રામમંદિર નિર્માણ નિધીસંગ્રહ અભિયાન સાથે સંકળાયેલા પ્રત્યેક રામસેવકો મારા માટે રામ છે. પ્રત્યેક પરિવારના તથા જુદા જુદા ક્ષેત્રોના લોકો દ્વારા અર્પણ થયેલા એક-એક રુપિયો ભગવાનના મંદિર નિર્માણને અપાર અને અનન્ય તેજ અર્પણ કરશે.
- text