મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં અને વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં આરોગ્ય અધિકારી-કર્મચારીઓએ રસી મુકાવી મોરબી : મોરબી જિલ્લામાં આજે ત્રીજા તબક્કાના કોરોના રસીકરણની શરૂઆત કરવામાં આવી છે. સરકાર દ્વારા નિર્ધારિત બે સ્થળો મોરબીની ખાનગી ક્રિષ્ના હોસ્પિટલમાં અને વાંકાનેરની સબ ડ્રિસ્કિટ હોસ્પિટલમાં કોરોના રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓએ કોરોના રસી મુકાવી હતી. મોરબીમાં આજે ત્રીજા તબક્કામાં કોરોના વેકસીન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. હાલ ફ્રન્ટલાઈન વર્કરોને જ કોરોના રસીકરણ આપવાનું હોવાથી અગાઉથી નોંધાયેલા આરોગ્ય કર્મચારીઓએ રસી મુકાવા આગળ આવ્યા હતા અને મોરબીની ખાનગી ક્રિષ્ના હોસ્પિટલમાં કોરોના રસીકરણનો આજ સવારથી પ્રારંભ થયો હતો. જેમાં આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓને સફળતાપૂર્વક રસીકરણ કરવામાં આવ્યું હતું. સાંજ સુધીમાં આ હોસ્પિટલમાં સરકારી અને ખાનગી મળીને 100 જેટલા ફ્રન્ટ લાઈન વર્કરોને રસીકરણ કરવામાં આવશે. જ્યારે વાંકાનેરની સિવિલ હોસ્પિટલમાં કોરોના રસીકરણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 80 જેટલા આરોગ્ય વર્કરોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. આ લોકોએ રસી મુકાવ્યા બાદ ઓબ્ઝર્વેશનમાં કોઈ આડઅસર થઈ ન હતી.