મોરબી : મોરબી શહેરમાં રહેતા યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. મોરબીમાં ગ્રીન ચોક નજીક ખોખાણી શેરીમાં રહેતા 23 વર્ષીય ચિરાગભાઇ મહેશભાઇ ડાંગરએ ગઈકાલે તા. 18માં રોજ અગમ્ય કારણોસર પોતાના રહેણાંક મકાને ગળે ફાંસો ખાઈ લીધો હતો. આથી, તેનું મૃત્યુ થયું હતું. પોલીસે બનાવની આગળની તજવીજ હાથ ધરેલ છે.