મોરબી : મોરબી નજીક કારે રીક્ષાને હડફેટે લેતા રીક્ષામાં બેઠેલા પાંચ વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે મોરબીના લાતી પ્લોટ શેરી નંબર -૮ જોશ નગરમાં રહેતા મુસાભાઇ રહીમભાઇ જામએ આરોપી સ્વીફટ કાર જી.જે ૧૨ બી એફ.૬૦૪૩ ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા. ૧૫ ના રોજ મોડી રાત્રીના સાડા દશેક વાગ્યાના અરશામા મોરબી હળવદ હાઇવે પર આંદરણા ગામ પાસે હોટેલ ભૈરવનાથની સામે આરોપી સ્વીફટ કારના ચાલકે પોતાના હવાલા વાળી ફોર વ્હીલર ગાડી ફુલ સ્પીડમા બેફીકરાય અને ગફલતભરી રીતે ચલાવી ફરીયાદીના સંબધી મહમદભાઇ ભટ્ટીની સી.એન.જી રીક્ષા નંબર જી.જે.૩૬.યુ.૪૮૬૫ વાળી સાથે સામેથી ભટકાડી એક્સીડન્ટ કરતા રિક્ષામાં બેઠેલા ફરીયાદી, જુલેખાન, રાયબભાઇ, જુબેરભાઈ અને મહમદભાઇને ઇજા પહોંચી હતી. તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપી સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.