વાંકાનેર : વાંકાનેરમાં સીરામીક ફેક્ટરીમાં કામ કરતી વખતે અકસ્માતે યુવતીનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. વાંકાનેરમાં લાકડધાર પાસે રહેતી 30 વર્ષીય સોનીયાબેન બાલીભાઇ નાયક ગઈકાલે તા. 15ના રોજ સનવે સીરામીક ફેક્ટરીમાં કામ કરતા હતા. તે વખતે મશીનમાં સાડી ફસાઈ ગઈ હતી. આથી, ગળે ટુંપો આવી જતા તેનું મૃત્યુ થયું હતું.