માળીયા (મી.) : લક્ષ્મીવાસના સરપંચ જયદીપભાઈ સંઘાણી પ્રેરિત સમાજ સેવા કેન્દ્ર દ્વારા માળીયા (મી.) તાલુકાના કુંતાસી ગામે 7 દિવસ પહેલા સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો હતો. આ દરમ્યાન કરવામાં આવેલ કામગીરી પૂર્ણ થતા તમામ અરજદારો ઘરે જઈને થઇ ગયેલ કામોના પુરાવા અરજદારોને હાથોહાથ આપવામાં આવ્યા હતા. જેમાં ભરવાડ સમાજ, કોળી (ઠાકોર) સમાજ, ક્ષત્રિય સમાજ, પટેલ સમાજ, રબારી સમાજ તથા બોરીચા સમાજ વગેરે સમાજના તમામ જરૂરિયાતમંદ લોકોને સેવાનો લાભ આપવામાં આવ્યો હતો.