મોરબી : ગત તા. 14 જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે મોરબીમાં ઉત્તરાયણના દિવસે શિવાલયોમાં મહાદેવજીની વિશેષ પૂજા કરવામાં આવી હતી. મોરબીમાં ગ્રીન ચોક નજીક આવેલ કુબેરનાથ મહાદેવ મંદિરમાં મકરસંક્રાંતિ નિમિત્તે સાત ધાન, ફૂલ અને પતંગની રંગોળી કરવામાં આવી હતી. અને મહાદેવજીની વિશેષ પૂજા કરવામાં આવી હતી. તેમ પૂજારી વિનોદગીરી જ્ઞાનગીરી અને ચિરાગગીરી મહેશગીરીએ જણાવ્યું છે. આ ઉપરાંત, મોરબીમાં સુપર ટોકીઝ પાસે આવેલા નીલકંઠ મહાદેવ મંદિરમાં ફૂલોની સજાવટ કરવામાં આવી હતી. તેમજ રાતે ઓમ આકારમાં દીવાઓ પ્રગટાવવામાં આવ્યા હતા. અને શિવલિંગને ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો.