ચેરમેન તરીકે મગન વડાવિયા અને વાઇસ ચેરમેન તરીકે કિશોર રાઠોડની વરણી મોરબી : ગઈકાલે મોરબી પીપલ્સ ક્રેડિટ કો-ઓપ. સોસા. લી.ના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણુંક કરવામાં આવી છે. જેમાં મોરબી પીપલ્સ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી લીમિટેડના ચેરમેન તરીકે મગન વડાવિયાની નિમણુંક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મગન વડાવિયાની બિનહરીફ વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત, અવધ ગ્રુપના માલિક કિશોરભાઈ રાઠોડની ધી મોરબી પીપલ્સ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લી.માં વાઇસ ચેરમેન તરીકે નિમણુંક થઈ છે. કિશોરભાઈ રાઠોડ અનેક સેવાકીય સંસ્થાઓમાં પણ સક્રિય રહીને સામાજિક ઉત્તરદાયિત્વનું પ્રેરણાત્મક ઉદાહરણ પુરૂ પાડી રહ્યા છે. બંને હોદેદારોની નિમણુંકને લઈને તેઓ ઉપર ઠેર ઠેરથી અભિનંદન વર્ષા થઈ રહી છે.