મોરબી : ગત તા. 14 જાન્યુઆરીના રોજ ઉત્તરાયણ નિમિત્તે મોરબી જૈન સોશ્યલ ગ્રુપ દ્વારા ગૌમાતાના લાભાર્થે મંડપ બાંધી સવારે 1 વાગ્યા સુધીમાં દાન એકત્ર કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ગ્રુપના સભ્યોએ રૂ. 70 હજારનું દાન એકઠું કર્યું હતું. જે ગ્રુપ દ્વારા મોરબી પાંજરાપોળને અર્પણ કરવામાં આવેલ છે. તેમ પ્રમુખ અનીલભાઇ દોશી અને સેક્રેટરી નીતિનભાઈ મહેતાએ યાદીમાં જણાવ્યું છે.