મૃતકના ભાઈએ કારચાલક સામે ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે તપાસ હાથ ધરી હળવદ : હળવદ-માળીયા હાઇવે પર મોરબી ચોકડી નજીક કારચાલકે બાઇકને હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર ઇજા થવાથી બાઈકસવાર આધેડનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈએ કારચાલક સામે ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના મયુરનગર ગામે રહેતા ભરતભાઈ રામજીભાઈ કણઝરીયા (ઉં.વ.૨૮) એ આરોપી ફોરવ્હીલ બ્રેજા ગાડી નં. GJ-1-RY-2051ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે તા.૧૪ના રોજ સાંજના સાડા ચારેક વાગ્યાના સુમારે મોરબી ચોકડી, હળવદ માળીયા હાઇવે પર વાહન બ્રેજા ફોરવ્હીલ ગાડી નંબર GJ-1-RY-2051 ના ચાલકે પોતાની ગાડી પુરઝડપે અને ગફલતભરી ચલાવી ફરીયાદીના ભાઇ મનસુખભાઇ રામજીભાઈ કણઝરીયા દલવાડી (ઉ.વ.૫૫)ના મોસા નં GJ-3-BQ-7531 સાથે ભટકાડી હડફેટે લેતા તેમને શરીરે ગંભીર ઇજા થવાથી તેમનું મોત નીપજ્યું હતું. હળવદ પોલીસે આ બનાવની ફરિયાદ પરથી કારચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.