મોરબી : મોરબીમાં પાંજરાપોળની ગાયોનાં ઘાસચારા માટે નિધિ (દાન) એકત્ર અભિયાન દર વર્ષે મકરસંક્રાંતના દિવસે લાયન્સ ક્લબ ઑફ મોરબી સિટી અને ચિત્રા હનુમાનજી ધૂન મંડળ દ્વારા કરવામાં આવે છે. આ વર્ષે પણ દાન એકત્ર કરવા માટેનો સ્ટોલ (મંડપ) નાખવામાં આવેલ છે. જેમાં મોરબીની ધાર્મિક તેમજ ગૌપ્રેમી જનતા તરફથી દાનનો પ્રવાહ અવિરત ચાલુ રહેતા સાંજ સુધીમાં ગાયોનાં ઘાસચારામાં રૂ. 70,300નું દાન મળેલ છે. જે દાન મોરબી પાંજરાપોળના ટ્રસ્ટીને લાયન્સ ક્લબ-મોરબી સિટી તેમજ ચિત્રા હનુમાનજી ધૂનમંડળના કાર્યકરોએ પાંજરાપોળને અર્પણ કરતા મોરબી પાંજરાપોળના ટ્રસ્ટીઓએ હર્ષની લાગણી વ્યક્ત કરેલ છે.