ટંકારા : ટંકારામાં રહેતા યુવકનું કુવામાં ડૂબી જતા મોત થયું છે. આ બનાવ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. મૂળ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગુલબાર ગામના વતની અને હાલ ટંકારામાં અરવિંદભાઇ બારૈયાની વાડીએ રહીને ખેત મજૂરી કામ કરતા 43 વર્ષીય સમસુભાઇ વરસીંગભાઇ મંદોદ ગઈકાલે તા. 14ના રોજ વાડીએથી વાઘગઢ ગામમાં ખરીદી કરવા ગયેલ હતો. ત્યારે પેશાબ-પાણી માટે કાશી ચેક ડેમ પાસે મોહનસિંહ બચુભા ઝાલાની વાડીના ખુલ્લા કુવાની બાજુમાં ગયેલ ત્યારે પગ લપસી જતા કુવામાં પડી ગયા હતા. આથી, પાણીમાં ડુબી જતા તેનું મૃત્યુ થયું છે.