અમુક ગામોમાં આંશીક પાવર સપ્લાય મળશે મોરબી : આગામી તા. 20ના રોજ સબ સ્ટેશન તથા લાઇનનુ અગત્યનુ સમારકામ કરવાનુ હોવાથી સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી વીજ પુરવઠો મળી શકશે નહીં. કામ વહેલુ પુરુ થયે કોઇપણ પ્રકારની જાણ કર્યા સિવાય વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવામાં આવશે. જે મુજબ 66 કેવી ખરેડા, ડુંગરપુર, ઘુંટુ, ભરતનગર, ઉંચી માંડલ, નીચી માંડલ, મોરબી-એ સબસ્ટેશનમાથી નીકળતા તમામ 11 કેવી ખેતીવાડી ફીડરને પાવર સપ્લાય મળી શકશે નહી. તેમજ 66 કેવી બેલા, રંગપર, રંગપર-2, ઘુંટુ, ભરતનગર, મહેંદ્રનગર, લખધીરપુર, ઉંચી માંડલ સબસ્ટેશનમાથી નીકળતા 11 કેવી ઔધ્યોગીક ફીડરને આંશીક પાવર સપ્લાય મળશે. વધુમાં, 66 કેવી વાઘપર અને 66 કેવી ખીરઇ સબસ્ટેશનમાથી નીકળતા તમામ 11 કેવી ફીડરને પાવર સપ્લાય મળી શકશે નહી. તેમજ 66 કેવી મોરબી – બી, વજેપર, અમરેલી, માનસર, પીપળીયા માથી નીકળતા તમામ 11 કેવી ખેતીવાડી ફીડરને પાવર સપ્લાય મળશે નહી. તેમજ 11 કેવી ઔધ્યોગીક અને અર્બન ફીડરને આંશીક પાવર સપ્લાય મળશે. જેની નોંધ લેવા ગ્રાહકોને GETCO દ્વારા જણાવાયું છે.