મોરબી : મોરબી તાલુકાના નીચી માંડલ ગામમાં નર્મદા કેનાલમાં ડૂબી જતા સગીરનું મૃત્યુ થયું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. મૂળ મધ્યપ્રદેશના સાજાપુર જિલ્લાના સુજાનપુર તાલુકાના બીશનખેડા ગામના વતની હાલ નીચી માંડલ ગામમાં નોકેલ વીટ્રીફાઇડ કારખાનામાં રહી મજૂરી કામ કરતા 19 વર્ષીય વિનોદભાઇ પ્રહલાદસીંહ વામનીયા ગઈકાલે તા. 14ના રોજ બપોરના બારેક વાગ્યા આસપાસ કારખાના પાછળ પસાર થતી નર્મદા કેનાલમાં નાહવા ગયા હતા. ત્યારે અકસ્માતે તેનો પગ લપસી જતા કેનાલના ચાલુ પ્રવાહના પાણીમાં પડી ગયા હતા. આથી, વિનોદ ડુબી જતા તેનું મૃત્યુ થયું છે. તેની ડેડબોડી મોરબી ફાયર બ્રીગેડ તથા તરવૈયાઓની મદદથી બહાર કાઢેલ છે. હાલમાં પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.