મોરબી : મોરબી શહેરના સામા કાંઠા વિસ્તાર રહેતા એક પરિવારની 13 વર્ષની સગીરાને વિધર્મી શખ્સ લલચાવી-ફોસલાવી અપહરણ કરી ગયો હતો. બનાવ અંગે સગીરાની માતાએ આરોપી વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 13 વર્ષની સગીરાને લલચાવી વિધર્મી દ્વારા અપહરણની ઘટનાએ મોરબીમાં ફરીવાર લવજેહાદની ચર્ચા જગાવી છે. આ બનાવની મળતી માહિતી મુજબ મોરબીના સામા કાંઠા વિસ્તારમાં રહેતા એક મજુર પરિવારની 13 વર્ષની સગીરાને હબીબ રસુલભાઈ મિયાણા નામનો વિધર્મી શખ્સ લલચાવી-ફોસલાવી બદકામના ઇરાદે અપહરણ કરી લઈ ગયો હતો. આ બનાવની જાણ થતાં સગીરાની માતાએ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ અંગે બી ડિવિઝન પોલીસે કલમ ૩૬૩, ૩૬૬ તથા પોક્સો એક્ટ કલમ ૧૮ તથા એટ્રોસીટી એક્ટ કલમ ૩(૨)(૫), ૩(૨)(૫-એ) મુજબ આરોપી વિરુદ્ધ ગુંન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.