ચાંદની પાન મિત્ર મંડળ તેમજ વોર્ડ નં. 10ના ભાજપના કાર્યકરો દ્વારા કરાઈ અનોખી ઉજવણી (જનક રાજા દ્વારા) મોરબી : મકરસંક્રાંતિ પર્વ એટલે ઉત્સાહ સાથે દાનની સરવાણી વહાવવાનો પણ પર્વ કહી શકાય છે. લોકો પોતાની શકિત મુંજબ વિવિધ પ્રકારના દાન આપી પુણ્ય કમાવવાનો અવસર મેળવે છે. ત્યારે મોરબીની સંસ્થાઓ દ્વારા અનોખી રીતે પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શહેરના ગરીબ લોકોને જમાડી પર્વની ખાસ ઉજવણી કરાઈ હતી. ગઈકાલે મકરસંક્રાંતિના પાવન પર્વ નિમીતે ચાંદની પાન મિત્ર મંડળ તેમજ મોરબી વોર્ડ નં.10 ના ભાજપના કાર્યકરો દ્વારા ગરીબોને ભોજન કરાવી ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ જયંતિભાઈ કવાડિયા ખાસ ઉપસ્થિત રહી કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા રીષીપભાઈ કૈલા, મહામંત્રી શહેર ભાજપ, નરેન્દ્રભાઇ પરમાર, હિતેષભાઈ કાવર, અમુભાઈ ફેફર, વિજયભાઈ મિસ્ત્રી, દિનેશભાઈ લીખીયા, મયુરભાઈ મિસ્ત્રી, અનિલભાઈ વરમોરા, ભાણજીભાઈ વરસડા સહિતના કાર્યકરો જોડાયા હતા.