મોરબી: એ. ડિવિઝન સીટી.પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્ક્વોડ મોરબીએ ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે એ.ડીવી. પો.સ્ટે.ને સોંપી આપ્યો છે. મોરબી સીટી. એ.ડિવિઝન હેઠળના વિસ્તારમાં દેશી દારૂના ધંધાર્થી અને નાસતા ફરતા 55 વર્ષીય હુસેન સીદીકભાઈ ખોડને પોલીસ હેડ કોન્સ્ટેબલ જયવંતસિંહ ગોહિલ તથા સહદેવસિંહ જાડેજાને મળેલી ખાનગી બાતમીને આધારે પોલીસ સબ ઇન્સ્પેકટર એન.બી. ડાભી, એલ.સી.બી.(લોકલ ક્રાઈમ બ્રાન્ચ)ની ટીમે જોન્સનગર, લાતીપ્લોટ, મોરબી ખાતેથી ઝડપી પાડી એ.ડીવી. પોલીસને સોંપ્યો હતો. ઉપરોક્ત આરોપી વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ પણ વોન્ટેડ હોય ફોરેસ્ટ વિભાગને પણ આરોપી ઝડપાયો હોવાની જાણ કરવામાં આવી છે.