બોલેરો કાર અને મોબાઈલ સાથે રૂ. 4.39 લાખનો મુદ્દામાલ જપ્ત મોરબી : મોરબીના રંગપર ગામની સીમમાં આવેલા સીયારામ સીરામીક નજીક એક બોલેરો કારમાં ઘાસચારાની આડમાં દેશી દારૂની હેરફરી થતી હોવાની બાતમીના આધારે મોરબી તાલુકા પોલીસના પીએસઆઇ એ.એ.જાડેજા અને સ્ટાફે વોચ ગોઠવી જીજે 13 એ ડબ્લ્યુ 2900 નમ્બરની બોલરો કાર અટકાવી પૂછપરછ કરી હતી અને બોલેરો કારની તલાશી લેતા ઘાસ ચારાની આડમાં છુપાવેલ 1750 લીટર દેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. અને કારમાં સવાર અમીતભાઇ નાથાભાઇ વસાણી અને પ્રફુલભાઇ દેવજીભાઇ વીરમગામાને ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા જીગ્નેશ ઉર્ફે ડાકુ કાળુભાઈ પંચાળાનું નામ ખુલ્યું હતું અને તેને દારૂ મોકલાવ્યો હોવાનું કબૂલ કર્યું હતું. પોલીસે ઝડપાયેલા આરોપી પાસેથી દેશી દારૂ, બોલેરો કાર અને બે મોબાઈલ સહિત રૂ. 4.39 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. આ બનાવ અંગે તાલુકા પોલીસે ત્રણેય વ્યકિતઓ વિરુદ્ધ ગુન્હો નોંધી હતી. દારૂના દરોડાની કામગીરીમાં એ.એસ.આઇ. નરવીરસિંહ જાડેજા, હેડ કોન્સ. નગીનદાસ નીમાવત, દિનેશભાઇ બાવળીયા, યોગીરાજસિંહ જાડેજા તથા હરેશભાઈ આગલ તથા પો.કોન્સ અમિતભાઇ વાંસદડીયા, હિતેશ ચાવડા, દિવ્ય રાજસિંહ જાડેજા, ફતેસંગ પરમાર તથા રમેશભાઈ મુંધવા તથા ભરતદાન જોડાયા હતા.