મોરબી : મોરબીમાં રાજપર રોડવાળા મામા સાહેબ મિત્ર મંડળ દ્વારા જરૂરિયાતમંદ તેમજ રાત્રિ દરમિયાન કડકડતી ઠંડીમાં રોડ પર સુતેલા વ્યક્તિઓને ધાબળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીમાં સ્ટેશન રોડ, પાડા પુલ તેમજ બસ સ્ટેશન તેમજ ધક્કાવાળી મેલડી માંના મંદિર તેમજ નવા એસ.ટી. બસ સ્ટેશન પાસે આવેલ વિસ્તારના જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું.