મોરબી : મોરબી તાલુકાના નવા જાંબડીયા ગામે ઘર પાસે પાર્ક કરેલા બાઇકની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે.આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના નવા જાંબડીયા ગામે આવેલ ધર્મસીધ્ધી સોસાયટીમાં રહેતા મેહુલભાઈ દીપસંગભાઈ પાડલીયા (ઉવ-૨૯) એ ગત તા.૬ ના રોજ પોતાનું GJ 36 Q 4796 નંબરનું બાઈક ઘર પાસે પાર્ક કર્યું હતું.આ બાઇકની રાત્રીના સમયે કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો હતો.પોતાનું બાઈક ચોરી થયાનું માલુમ પડતા તેઓએ આ અંગે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.પોલીસે ફરિયાદ નોંધીને રાબેતા મુજબની તપાસ હાથ ધરી છે.