મોરબી : મોરબીના લખધીરપુર રોડ પરથી પસાર થતી નર્મદા કેનાલમાં સોમવારે સાંજના સમયે એક યુવક અચાનક કેનાલમાં ડૂબી ગયો હતો. અને પાણીના પ્રવાહમાં દૂર તણાઈ ગયો હતો. સ્થાનિકોએ તેની શૉધખોળ કરી હતી. બીજી તરફ ફાયરની ટીમને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં મોરબી તાલુકા પોલીસની ટીમ, મોરબી ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને યુવકની શોધખોળ હાથ ધરી હતી.જોકે ઘટનાના 18 કલાક બાદ પણ ફાયરને યુવકનો પત્તો લાગ્યો ન હતો. યુવક આસપાસની સીરામીક ફેકટરીમાં કામ કરતો હોવાનું સામે આવ્યું છે.