મોરબી : ભારતીય શૈક્ષણિક મૂલ્યો પ્રત્યે સમર્પિત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ - મોરબી શિક્ષણના માધ્યમથી રાષ્ટ્ર સેવામાં કાર્યરત છે,ભવ્ય સાંસ્કૃતિક વારસાથી વિભૂષિત ભારતીય સંસ્કૃતિમાં કર્તવ્યનું મહાત્મ્ય અનોખું અને અનેરું છે ત્યારે 12,મી જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જન્મ જ્યંતીથી લઈ 23 મી જાન્યુઆરી સુભાષચંદ્ર બોઝ જન્મ જ્યંતી સુધી કર્તવ્ય બોધ દિવસ (સંકલ્પ દિવસ) ની મોરબી જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં ઉજવણી કરવામાં આવશે. ભારત દેશના યુવાનો માટે આદર્શ એવા બે મહા માનવ એવા સ્વામી વિવેકાનંદ અને સુભાષચંદ્ર બોઝની દેશ પ્રત્યેની કર્તવ્ય પરાયણતા આજના યુવાનો સુધી પહોંચે લોકો પોતાની ફરજને પોતાના કર્તવ્યને સમજે એ માટે 'કર્તવ્ય બોધ'દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવેલ છે સ્વામી વિવેકાનંદજીએ કહ્યું છે કે દરેક કર્તવ્ય પવિત્ર છે અને કર્તવ્ય પાલન એ ઈશ્વરની પૂજાનું ઉંચામાં ઊંચું સ્વરૂપ છે, લોકો પોતાનું કર્તવ્ય સમજે કર્મને જ ધર્મ સમજે એવી ઉદાત્ત ભાવના વિકસે એ માટે મોરબી ખાતે જુના શિશુ મંદિર નવા બસ સ્ટેન્ડ સામે મોરબી ખાતે તા.16.01.2021 ના રોજ બપોરે 4.00 વાગ્યે કર્તવ્ય બોધ દિવસની ઉજવણીમાં મુખ્ય વક્તા તરીકે માર્ગદર્શન આપશે શ્રી વિજયભાઈ રાવલ જિલ્લા બૌદ્ધિક પ્રમુખ, રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ - મોરબી તેમજ મુખ્ય અતિથિ તરીકે ભરતભાઈ સોલંકી જિલ્લા પ્રાથમિક અને જિલ્લા શિક્ષણાધિકારી - મોરબી ડો.જે.જી.વોરા નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મોરબી દિનેશભાઈ ગરચર ટી.પી.ઈ.ઓ. મોરબી તેમજ શર્મિલાબેન હુંબલ કે.ની.શિક્ષણ - મોરબી દિનેશભાઈ ડી.વડસોલા અધ્યક્ષ કિરણભાઈ કાચરોલા મહામંત્રી, હિતેશભાઈ ગોપાણી સંગઠન મંત્રી પ્રદીપભાઈ કુવાડિયા સી.ઉપાધ્યક્ષ, કિરીટભાઈ દેકાવડીયા અને હરદેવભાઈ કાનગડ બંને ઉપાધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લો મોરબી ઉપસ્થિત રહેશે તો કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કાર્યક્રમમાં તમામ શિક્ષકોને ઉપસ્થિત રહેવા મોરબી તાલુકા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ સંદીપભાઈ લોરીયા અને મહામંત્રી રાકેશભાઈ કાંજીયા તથા મોરબી ટીમ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.