રવિવારે મધરાત્રે થયેલી ચોરીના બનાવની પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવી ફુટેજમાં કેદ થયેલા ત્રણ આરોપીઓની ભાળ મેળવવા તપાસ હાથ ધરી મોરબી : મોરબીના સામાકાંઠે રવિવારે મધરાત્રે તસ્કરો ત્રણ દુકાનોને નિશાન બનાવી હતી.જેમાંથી બે સોનીની દુકાનમાંથી રૂ.૭૩ હજારના દાગીનાની ચોરી થયાની ફરિયાદ નોંધાઇ છે.બી ડિવિજન પોલીસે સોની વેપારીની ફરિયાદ પરથી સીસીટીવી ફુટેજમાં કેદ થયેલા ત્રણ આરોપીઓની ભાળ મેળવવા તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાંકાંઠે શોભેશ્વર મેઈન રોડ તથા સોઓરડી મેઈન રોડ ઉપર આવેલી ત્રણ દુકાનોને રવિવારે મધરાત્રે તસ્કરોએ નિશાન બનાવી હતી.જેમાંથી બે સોનીની દુકાનોમાં ચોરી થઈ હતી.આ બનાવ અંગે સોનીની દુકાનના માલિક અશોકભાઇ કાનજીભાઇ વામજા (ઉ.વ-૨૯ ધંધો-વેપાર રહે-વાંકાનેર ભાટીયા સોસાયટી ત્રીલોકધામ શેરી નંબર-૩) એ અજાણ્યા ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદીની સામાંકાંઠે સેવાસદન મેઇન રોડ પરશુરામ સ્કુલ સામે આવેલ સ્વસ્તીક એ સીલ્વર હાઉસ નામની દુકાનના ત્રણ અજાણ્યા ઇસમોએ શટર તોડી અંદર પ્રવેશ કરી દુકાનની ડીસ્પલેમા રાખેલ ચાંદીના દાગીના આશરે ૩૦૦ ગ્રામ કીમત રૂ.૧૫,૦૦૦ તથા સોનાના દાગીના આસરે ૧૦ ગ્રામ કીમત રૂ.૫૦,૦૦૦ તેમજ બીજી સોનીની દુકાનમાથી ચાંદીના દાગીના આસરે ૧૫૦ ગ્રામ કીમત રૂ.૮૦૦૦ એમ કુલ સોના ચાંદીનાના દાગીના કુલ કીંમત રૂ.૭૩,૦૦૦ ની ચોરી કરી ગયા હતા.પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.