મોરબી : મોરબીમાં ABVP દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિતે સ્વામી વિવેકાનંદ પૂજન ,સ્વામી વિવેકાનંદ જીવન આધારિત પ્રદર્શની ,પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 9 જુલાઇ 1949થી વિધાર્થીઓના પ્રશ્નોના નિરાકરણ માટે રચનાત્મક અને આંદોલનાત્મક કાર્ય કરતું દેશનું સૌથી મોટું સંગઠન છે. 12 જાન્યુઆરી એટલે કે વિશ્વ વિભૂતિ સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ જયંતિ નિમિતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ નિમિતે ABVP મોરબી દ્વારા નવયુગ સંકુલ ખાતે સ્વામી વિવેકાનંદ પૂજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.તેમજ શહેરની ઓમ શાંતિ વિદ્યાલય ખાતે સ્વામી વિવેકાનંદના જીવન પર આધારિત પ્રદર્શનીનું આયોજન તેમજ પૂજન કરવામાં આવ્યું હતું.તેમજ દરબારગઢ ખાતે આવેલ સ્વામી વિવેકાનંદ પ્રતિમાને પુષ્પ અર્પણ કરીને ઉજવણી કરવામાં આવી હતી.