પતંગોમાં રાજનેતા આઉટ અને કોરોનાની સાવચેતીનો મુદ્દો ઈન મોરબી : મોરબીમાં પતંગોત્સવને પણ કોરોનાનું વિઘ્ન નડયું છે કારણ કે, કોરોના કાળમાં ઉતરાયણ પર પતંગો ઉડાવવાની છૂટ મળશે કે નહીં તે અંગેની અબઢવમાં પતંગ અને દોરાનું ઘણું ઓછું ઉતપંદન થયું છે જેના કારણે પતંગ અને દોરીના ભાવો દોઢ ગણા વધ્યા છે. હોલસેલરોના અંદાજ મુજબ પતંગ અને દોરીના ભાવોમાં 40 થી 50 ટકા સુધીનો ભાવવધારો થયો છે.આથી આ વખતે કોરોને કારણે સરકારની ગાઈડલાઈન અને ઉપરથી ભાવ વધારાના ડામથી ક્રાઈટ ફેસ્ટિવલના રંગમાં ભંગ પડ્યો છે. મોરબીમાં ઉતરાયણ નિમિતે હાલ.ઠેરઠેર પતંગોના સ્ટોલ નાખવામાં આવ્યા છે.જેમાં અંદાજીત 400 જેટલા વેપારીઓ છૂટકમાં પતંગ અને ફીરકીનું વેચાણ કરે છે.જ્યારે 8 થી 10 જેટલા હોલસેલરો છે.ખાસ કરીને ત્રણ તારથી માંડીને 12 તાર સુધીની દોરી બજારમાં મળે છે.રૂ.5 થી માંડીને રૂ.1650 સુધીના ભાવે દોરીઓ વેચાય છે. 3 ઇંચથી લઈને 20 ફૂટ સુધીની પતંગો રૂ.2 માંડીને રૂ.1500 માં વેચાઈ છે.આ વખતે ઉતરાયણમાં પતંગોમાં વડા પ્રધાન મોદી અને અમિત શાહ સહિતના રાજેનતા આઉટ થઈ ગયા છે અને કોરોનાની સાવચેતીના મુદા જ પતંગોમાં છવાઈ ગયા છે.જેમાં કોરોનાને લગતા જાલર, મેટર, પેપર અને એમાં સોશ્યલ ડિસ્ટન્સ સાથે પતંગ ચગાવવા, જો બકા કોરોનાથી બચતા રહેવું,માસ્ક ફરજિયાત પહેરવું તથા સેનીટાઇઝરનો ઉપયોગ કરવો વગેરે લખાણોવાળી પતંગો બજારમાં ઉપલબ્ધ છે. આ અંગે વેપારી દીપકભાઈ પોપટે જણાવ્યું હતું કે મોટાભાગે નડિયાદ, સુરત, ખંભાતમાં પતંગત દોરાનું ઉત્પાદન થાય છે અને ત્યાંથી પતંગ અને દોરા મોરબીમાં આવે છે. પરંતુ આ વખતે કોરોના કાળમાં બીકના કારણે પતંગ અને દોરાનું 50 ટકા જેવું જ ઉત્પાદન થયું છે.આથી ભાવો દોઢા થયા છે. માલ ન મળતા પતંગ અને દોરીના ભાવોમાં 40 થી 50 ટકાનો ભાવ વધારો થયો છે.જો.કે હાલ ઘરાકી બહુ જ.ઓછી દેખાઈ છે.પણ છેલ્લા ત્રણ દિવસોમાં પતંગ-દોરીની ધૂમ.ખરીદી થાય તેવી વેપારીઓને આશા છે.પતંગોની સાથે ટેડીબેર, પીપૂડા, માસ્ક, રેડિયમ, સહિતની વસ્તુઓ અને બાળકો માટે ખાસ પ્રિય કાર્ટૂનવાળી પતંગો પણ બજારમાં મળે છે.કોરોનાને લઈને માત્ર અગાશી ઉપર માત્ર પરિવારના સભ્યો જ હજાર રહી શકશે અને મ્યુઝિકની ધમાલ મસ્તી પણ નહીં થઈ શકે તેવી સરકારની ગાઈડલાઈન છે.તેથી ઉતરાયણમાં લોકોને ઘણી કાળજી રાખવી પડશે.ગત વર્ષ કરતા 20 ટકા પતંગ માર્કેટ ડાઉન થાય તેવી ભીતિ છે.ગત વર્ષે પાંચ કરોડ સામે આ વખતે સાડા ત્રણ કરોડની આસપાસ પતંગ માર્કેટ રહે તેવી શક્યતા છે. જાતે જ માજો પાઈને દોરી મજબૂત બનાવનું કાર્ય ઓછું અગાઉના જમાનામાં યુવાનો તથા બાળકો ખાસ દોરીઓનો જાતે જ માજો પાતા હતા.જેમાં કલર, સાબુદાણા, કાચ વગેરે સામગ્રી લઈ આવતા અને આ તમામ સામગ્રીને જરૂર પૂરતી.મિક્સ કરીને ગરમ કર્યા બાદ જાતે એ માજો લઈને દોરી પાતા. પણ હવે જમાનો બદલાઈ ગયો છે.લોકો પાસે સમય ન હોવાથી નવો ટેન્ડ આવ્યો છે અને લોકો માજો પાયેલી તૈયાર દોરીઓ જ ખરીદે છે.ઘણી જગ્યાએ દોરી માજાથી પાવાના સ્ટોલ શરૂ થયા છે.એમાં જે તે સ્ટોલ ધારક જ પૈસા લઈને દોરી માજાથી પાઈ આપે છે.એટલે જાતે માજો પાવાનું કામ ઘણું જ ઓછું થઈ ગયું છે. પતંગો પણ કાના માત્રર બાંધેલી મળે છે. અગાઉ લોકો ઉતરાયણ પહેલા દસ દિવસ સુધી પતંગ દોરી માટે તૈયારી કરતા પણ આવે કોઈ.પાસે સમય જ ન હોવાથી બધું તૈયાર જ ખરીદે છે.પહેલા પતંગને જાતે જ કાનો માતર બાંધવો પડતો અને એના માટે પણ ખાસ કારીગરો હતા.કારણ કે કાના માતરથી જ પતંગો કેવી રીતે ચગશે એ નક્કી થતું પણ હવે કાના માતર બાંધેલી પતંગો પણ બજારમાં મળે છે. ચાઇનિંઝ દોરીનું છાનાખૂણે વેચાણની શકયતા ઉતરાયણ નિમિતે ચાઇનિંઝ દોરી, તુકકલના વેચાણ ઉપર પ્રતિબિંબ મુકવામાં આવ્યો છે.આથી બજારમાં હાલ ચાઇનિંઝ દોરી, તુકકલ જોવા મળતા નથી.જેમાં રેગ્યુલર વેપારીઓ ચાઇનિંઝ દોરી, તુકકલનું વેચાણ કરતા નથી.પણ ચાઇનિંઝ દોરી, તુકકલનું છાનાખૂણે વેચાણની શકયતા છે.ચાઇનિંઝ દોરી, તુકકલનું આ વખતે અદાજીત 50 લાખનું માર્કેટ હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.