મોરબી: સ્વામીવિવેકાનંદજી જન્મ જ્યંતીની યુવાદીન તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આજે મંગળવારે વિવેકાનંદજીની 158મી જન્મજયંતિ નિમિત્તે યુવા ભાજપ દ્વારા મોરબીમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેન્દ્રનગરથી મોરબી દરબારગઢ સ્વામીવિવેકાનંદજીના સ્ટેચ્યુ સુધી આ બાઈક રેલી યોજાઈ હતી.જીલ્લા યુવા ભાજપ પ્રમુખ રવિભાઈ સનાવડા, જીલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ જીજ્ઞેશભાઈ કૈલા , જીલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ જયદીપ હુંબલ , મોરબી તાલુકા યુવા ભાજપ પ્રમુખ વિશાલ ઘોડાસરા , મોરબી શહેર યુવા ભાજપ પ્રમુખ શિવમ વિરમગામા , તરુણ અઘારા, પરિમલ ઠક્કર , મહેન્દ્રનગર ગામના આગેવાન રાજેશ શેરસીયા, જતીન ફૂલતરીયા સહિતના યુવા કાર્યકરો બાઇક રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા.