મોરબી : રાજ્યના પ્રાથમિક અને માધ્યમિક શાળા વિભાગના સચિવે મોરબી જિલ્લા કલેકટરને ઉદેશીની શાળાઓમાં રક્તદાન કેંમ્પના આયોજન સંદર્ભે પરિપત્ર જાહર કર્યો છે.જેમાં શાળાઓમાં રક્તદાન કેમ્પ સરકારની કોરોના અંગેની ચુસ્તપણે પાલન કરવાની ગાઈડલાઈન સાથે મંજૂરી આપવામાં આવી હોય પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાને મહા રક્તદાન કેમ્પના આયોજનની જાણ કરી આ રક્તદાન કેમ્પમાં મોરબી જિલ્લામાં વધુને વધુ શિક્ષક ભાઈ -બહેનો જોડાઈ તેવા પ્રયાસો કરવાની તાકીદ કરવામાં આવી છે. મોરબી જિલ્લામાં યોજાનાર મહા રક્તદાન કેમ્પમાં જોડાનાર શિક્ષક ભાઈ-બહેનોની યાદી તૈયાર કરી તેમજ તાલુકા વાઇઝ રક્તદાન કેમ્પના આયોજનની સમગ્ર વિગતો 13 જન્યુઆરી સુધીમાં અત્રેની કચેરીએ મોકલાવવાની પણ સૂચના આપી છે અને આ રક્તદાન કેંમ્પને લઈને શિક્ષણ કાર્યમાં અવરોધ ન થાય તે રીતે પણ સુચારુ પૂર્વક આયોજન કરવાની તાકીદ કરાઈ છે.મોરબી જિલ્લામાં રક્તદાન કેંમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.તે મુજબ હળવદ તાલુકામાં તા.18 ના રોજ, ટંકારા તાલુકામાં તા.19 ના રોજ, વાંકાનેર તાલુકામાં પણ તા.19 ના રોજ તેમજ મોરબી અને માળીયા તાલુકામાં તા.20 જન્યુઆરીના રોજ મહા રક્તદાન કેંમ્પ યોજાશે અને આ આયોજન સંદર્ભેની તમામ વિગતોતાલુકા શિક્ષણાધિકારી મારફત મોકલવાની સૂચના આપવામાં આવી છે.