હળવદ : હળવદ ધાંગધ્રાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પંચાયત મંત્રી જયંતીભાઈ કવાડિયાની તાજેતરમાં પ્રદેશ ભારતીય જનતા પક્ષના ઉપાધ્યક્ષ પદે નિમણૂક થતા આજે હળવદ ખાતે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.સાથેસાથે એક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આજે ભારતીય જનતા પક્ષ દ્વારા તાજેતરમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત થયેલા જયંતીભાઇ કવાડીયાનો સન્માન સમારંભ હળવદ ભાજપ દ્વારા યોજવામાં આવ્યો હતો.જેમાં નવ નિયુક્ત ઉપાધ્યક્ષનું સંન્માન કરી સરા ચોકડીથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સર્કલ સુધી એક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા,મહામંત્રી રણછોડભાઈ દલવાડી, હળવદ એપીએમસીના ચેરમેન રણછોડભાઈ પટેલ, બીપીનભાઈ દવે, તાલુકા ભાજપ પ્રમુખ રજનીભાઈ સંઘાણી, શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ,વિનોદભાઈ વામઝા, અશ્વિનભાઈ દલવાડી, નયનભાઈ પટેલ, હિતેશભાઈ લોરીયા,સંદિપ ભાઈ પટેલ, સહિતના ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ જોડાયા હતા.