સામેના જૂથે ચૂંટણી પહેલા જ મેદાન છોડી દીધું હતું: ખરાખરીનો જંગ છેલ્લી ઘડીએ એક તરફી થઈ ગયો ? હળવદ : તાજેતરમાં જ હળવદ ખરીદ વેચાણ સંઘની ચૂંટણી જાહેર થતા હળવદ ભાજપના બંને જૂથ દ્વારા ખરીદ વેચાણ સંઘ કબજે કરવા ભારે ધમપછાડા કર્યા હતા આમ તો ખરીદ વેચાણ સંઘ પાછલા ઘણા સમયથી કવાડિયા જૂથ પાસે છે જે ધારાસભ્ય સાબરીયા જૂથે કબજે કરવા ભારે મહેનત કરી હતી પરંતુ તેઓ તેમાં અસમર્થ રહ્યાં છે અને આજે આખરે ખરીદ વેચાણ સંઘ બિનહરીફ જાહેર થતાં ખરીદ વેચાણ સંઘમાં કવાડિયા જુથનો દબદબો યથાવત રહ્યો છે હળવદ ખરીદ વેચાણ સંઘની ચૂંટણી જાહેર નતી થઇ તે પહેલાં જ હળવદ ભાજપના જ બે જૂથ ખરીદ વેચાણ સંઘ કબજે કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યા હતા આમ તો આ ખરીદ વેચાણ સંઘ પર પાછલા ઘણા સમયથી કવાડીયા જૂથનો દબદબો રહેલો છે પરંતુ આ વખતે ધારાસભ્ય સાબરીયા ના જુએ પણ સંઘ કબજે કરવા અનેક પ્રયાસો કર્યા હતા પરંતુ તેઓને તો છેલ્લી ઘડીએ સંઘ ની ચૂંટણીમાં ઉમેદવાર પણ મળ્યા ન મળતા આજે આખરે ખરીદ વેચાણ સંઘ બિનહરીફ જાહેર થયો છે એટલે હાલતો તો કહી શકાય કે ખરીદ વેચાણ સંઘમાં કવાડિયા જુથનો દબદબો હતો તે આજે પણ યથાવત રહેવા પામ્યો છે બીનહરિફ જાહેર થયેલ ઉમેદવારો અરૂણભાઇ જાદવજીભાઈ પટેલ જુનાદેવળીયા,રસિકભાઈ રવજીભાઈ પટેલ રણમલપુર,રમેશભાઈ પરસોત્તમભાઈ કાવર અજીતગઢ, જયંતીલાલ જીવરાજભાઈ પટેલ જુનાદેવળીયા, રતિલાલ વિરજીભાઇ ગોપાણી નવા ઘનશ્યામગઢ ,શૈલેષભાઈ કરમશીભાઇ રૂપાલા ઈશ્વર નગર, રમેશભાઈ પ્રેમજીભાઈ ફુલતરીયા પ્રતાપગઢ ,સોમાભાઈ જાદવજીભાઈ દલસાણીયા રણછોડગઢ