મોરબી : મોરબીમાં પોલીસે ભંગારના ડેલામાંથી ઈંગ્લિશ દારૂની બોટલો સાથે એકને ઝડપી લીધો હતો.આ દારૂની હેરાફેરીમાં બીજા આરોપીનું નામ ખુલતા બન્ને શખ્સો સામે પોલીસે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એલ.સી.બી.(લોકલ.ક્રાઈમ બ્રાન્ચ)ની ટીમે બાતમીના આધારે ગઈકાલે આરોપી અનવર મુસાભાઇ કુરેશી (ઉવ-૨૪ રહે.મોરબી ભોયવાળો વાંકાનેર દરવાજા પાસે) ના કબ્જા ભોગવટા વાળા માળીયા ફાટક સર્કિટ હાઉસ સામે આવેલ ભંગારના ડેલામાં રેડ કરી હતી અને પોલીસે ભંગારના ડેલામાંથી ભારતીય બનાવટના પ્રીમીયમ વ્હીસ્કીની બોટલો નંગ-૧૫ કિ.રૂ.૭૮૦૦ તથા મેકડોલ નંબર-૧ વ્હીસ્કી.ની બોટલો નંગ-૧૦ કિ.રૂ.૩૭૫૦/- મળી કુલ બોટલો નંગ-૨૫ કુલ કિ.રૂ.૧૧૫૫૦ ના મુદામાલ સાથે આ આરોપીને ઝડપી.લીધો હતો.જ્યારે આ દારૂની હેરાફેરીમાં બીજા આરોપી બ્રિજરાજસિંહ કૃષ્ણસિંહ ઝાલાનું નામ ખુલતા પોલીસે તેની સામે પણ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.