રેડીમેઈડ કપડાં બનાવતી યુરો ટ્રાઉઝર કંપનીના ટ્રકમાંથી ચોરી થયાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હળવદ : હળવદ નજીક તસ્કરોએ ચાલુ ટ્રકે ઉપર ચડી તાડપત્રી કાપી રેડીમેઈડ કપડાંના ૧૭ ટ્રાઉઝરના બોકસની ચોરી કર્યાનો બનાવ સામે આવ્યો છે.જેમાં રેડીમેઈડ કપડાં બનાવતી યુરો ટ્રાઉઝર કંપનીના ટ્રકમાંથી રૂ.૧.૧૯ લાખના રેડીમેઈડ કપડાંની ચોરી થયાની ફરિયાદ નોંધાઇ છે. હળવદ પોલીસે આ ચોરીના બનાવની ફરિયાદ નોંધી સઘન તપાસ હાથ ધરી છે. આ ચોરીના બનાવની હળવદ પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી જીતેન્દ્ર આસનદાસ પુષૅવાણી (ઉ.વ.૩૬ ધંધો નોકરી યુરો ટ્રાઉઝર મેન્યે.ફેકચરીંગ પ્રા.લી.રહે આદીપુર મકાનનં.૧૯૯/એ હેમુ કાલાણીનગર આદીપુર જી.કધ્છ) એ અજાણ્યા ચોર ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૮ ના રોજ અમદાવાદ માળીયા હાઈ-વે રોડ અણીયારી ટોલનાકા થી સોલડી ટોલ નાકા સુધીમાં હળવદ નજીક ટ્રાઉઝર મેન્યે.ફેકચરીંગ પ્રા.લી. કંપનીનો રેડીમેન્ટ કપડાનો માલ ભરેલો ટ્રક નં GJ.12.BW.7099 પસાર થઈ રહ્યો હતો ત્યારે ચાલુ ટ્રકે અજાણ્યા શખ્સોએ આ ટ્રકને નિશાન બનાવ્યો હતો.ચાલુ ટ્રકે અજાણ્યા શખ્સે ટ્રક ઉપર ચડીને ટ્રકની તાડપત્રી કાપી ગાડીમાં ભરેલ રેડીમેઈડ કપડાંના ટ્રાઉઝરના બોકસ આશરે નંગ-૧૭ કિ.રૂ.૧,૧૯,૦૦૦ ની જેટલા મતાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.આ બનાવની તેમણે ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે તસ્કરોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.આ ચોરીના બનાવની હળવદ પોલીસ સ્ટેશનના પો.હેડ કોન્સ.બી.એમ.આલ ચલાવી રહ્યા છે.