મોરબી : મોરબી તાલુકાના ખાનપર ગામે જાહેરમાં જુગાર રમતો હોવાની પૂર્વ બાતમીના આધારે તાલુકા પોલીસે રેડ કરતા ત્રણ શખ્સોને ગંજીપત્તા પર રોકડ રકમની હારજીતનો જાહેરમાં જુગાર રમતા રવિભાઈ મગનભાઈ રાઠોડ ઉં.વ.23, દુર્લભજીભાઈ મહાદેવભાઇ ઘોડાસરા ઉં.વ. 42 અને દિનેશભાઈ ભીમજીભાઇ ઘોડાસરા ઉં.વ. 50ને ઝડપી પાડી રૂા.૧૭,૩૦૦ની રોકડ રકમ કબ્જે કરી છે. ઉપરોક્ત બનાવની આગળની કાર્યવાહી તાલુકા પોલીસ મથકના પોલીસ હેડ કોન્સ્ટેબલ કે.એ. ચૌહાણ ચલાવી રહ્યા છે.