ટંકારા : ટંકારા પંથકમાં ખેતરમાં ઝેરી અસરથી સગીરાનું મોત નીપજ્યું હતું.આ બનાવની ટંકારા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાના ઓટાળા ગામે આવેલ અશ્વીનભાઇ પટેલની વાડીએ રહીને ખેતમજૂરી કરતી લલીતાબેન ચનાભાઇ બાંમણીયા (ઉ.વ. ૧૭) નામની સગીરા ગત તારીખ ૫ ના રોજ બપોરના આશરે બારેક વાગ્યાના અરશામા પોતાની વાડી કામ કરતી હતી તે સમયે ઝેરી દવા ચડી જતા તેણીને વધુ સારવાર અર્થે રાજકોટ ખાતે ખસેડાઇ હતી.જ્યાં તેણીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.આ બનાવના રાજકોટ તરફથી આજે કાગળિયા આવતા ટંકારા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.