ક્રાંતિકારી સેના દ્વારા જિલ્લા પોલીસ વડાને લેખિતમાં ફરિયાદ કરાઈ મોરબી : મોરબીમાં હાલ ઉતરાયણ ફીવર છવાયો છે.આથી વિવિધ જાતની પતંગો બજારોમાં વેચાય રહી છે.પણ ત્રિરંગા સાથે અશોક ચક્રના ચિન્હવાળી પતંગો બજારોમાં વેચાતી હોય એ બાબત રાષ્ટ્રની અસ્મિતાના અપમાનજનક હોવાનું જણાવીને પંગત માર્કેટમાં અશોક ચક્ર ચિન્હવાળી પતંગનું વેચાણ અટકાવવાની માંગ સાથે ક્રાંતિકારી સેના દ્વારા જિલ્લા પોલીસ વડાને લેખિતમાં ફરિયાદ કરાઈ છે. મોરબીના ક્રાંતિકારી સેનાએ જિલ્લા પોલીસ વડાને લેખિતમાં ફરિયાદ કરી હતી કે, ઉતરાયણ પર્વ નજીક હોવાથી શહેરમાં ઠેરઠેર પતંગ માર્કેટ ધમધમી રહ્યું છે.જેમાં વિવિધ જાતના પતંગોનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.પણ આ પતંગના વેચાણમાં રાષ્ટ્ની અસ્મિતાનું ખંડન થતું હોય તેવી અપમાનજનક બાબત સામે આવી છે.જેમાં અગાઉ મોરબીના પતંગ સ્ટોલોમાં ત્રિરંગાના ત્રણ કલરોવાળી જ પતંગો વેચાતી હતી.પણ આ વખતે પતંગમાં ત્રિરંગાના કલરો સાથે સમગ્ર રાષ્ટ્ માટે ગૌરવ સમાન અશોક ચક્રની ચિહ્ન પણ એડ કરવામાં આવ્યું છે અને પતંગ માર્કેટમાં અશોક ચક્રની ચિહ્નવાળી પતંગો વેચાતી હોય અને આ પતંગો આકાશમાં ઉડ્યા બાદ નીચે પડી જાય તેમ હોવાથી આ બાબત રાષ્ટ્ની ગરિમાને ઠેસ પહોંચાડે તેવી હોવાથી આ અંગે તાકીદે ઘટતી કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.