અજાણ્યા બે શખ્સોએ મકાનમાંથી રૂ.૧,૨૨ લાખના મુદામાલની ચોરી કર્યાની ફરિયાદ નોંધાઇ હળવદ : હળવદ પંથકમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે.જેમાં સાડા ચાર તોલાના સોનાના દાગીનાની ઘરફોડ ચોરી થયાનું બહાર આવ્યું છે. અજાણ્યા બે શખ્સોએ મકાનમાંથી રૂ.૧,૨૨ લાખના મુદામાલની ચોરી કર્યાની ફરિયાદ નોંધાઇ છે.હળવદ પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘરફોડ ચોરીના બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર હળવદના કીસ્મત બેકરી સામે આવેલ વિવેકાનંદ સ્કુલની પાસે રહેતા નિઝામભાઇ ઇસુબભાઇ સંધી (ઉ.વ.૩૪) ના મકાનમાં તા.૬ ના રોજ રાત્રીના સમયે તસ્કરો ત્રાટકયા હતા.તસ્કરોએ આ મકાનનુ તાળુ તોડી મકાનમા પ્રવેશ કરી પેટી પલંગમા રાખેલ સોનાના દાગીના આશરે સાડા ચાર તોલા કિ.રૂ.૧,૨૦,૦૦૦ તથા એક આશુષ કંપનીનો મોબાઇલ કિ.રૂ.૨૦૦૦ મળી કુલ રૂ.૧,૨૨,૦૦૦ ના મુદ્દામાલની ચોરી કરી ગયા હતા.આ બનાવમાં બે અજાણ્યા શખ્સોની સંડોવણી બહાર આવતા મકાન માલિક નિઝામભાઇ ઇસુબભાઇ સંધીએ બે અજાણ્યા શખ્સો સામે ચોરી કર્યાની ફરિયાદ નોંધાવી હતી.પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.