કોરોનાના પડકારને અવસરમાં પલટાવવાના વિષય ઉપર થશે મહત્વની ચર્ચા મોરબી: કોવિડ-19ની મહામારી વચ્ચે પણ આફ્તમાં અવસર શોધવા માટે ગુજરાતી ઉધોગ સાહસિકોના પ્રયાસો અને પરિણામો ઉજાગર કરતો એક લાઈવ શૉ ટી.વી.નાઇનના ડીજીટલ પ્લેટફોર્મ પર રજૂ થવા જઈ રહ્યો છે. આજે તારીખ 9 જાન્યુઆરીને શનિવારે સાંજે 05થી 06 દરમ્યાન ટીવી9 ડીજીટલ પ્લેટફોર્મ પર કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા, કેડીલા કંપનીના ચેરમેન પંકજ પટેલ, અજંતા-ઓરેવા ગ્રુપ મોરબીના મેનેજીંગ ડિરેકટર જયસુખભાઈ પટેલ અને સિનિયર પત્રકાર અજય ઉમટ કોરોના પડકાર અને અવસર વિષય પર ટીવી9ના ડીઝીટલ પ્લેટફોર્મ યુ ટ્યૂબ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર લાઈવ થશે. તમામ ક્ષેત્રના ઉધોગકારો માટે આ સંવાદ સાંભળવાનો લ્હાવો અચૂક લેવા જેવો રહેશે.