ટંકારા : આગામી તા. ૧૦ જાન્યુઆરીના રોજ સરકારના મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે કિસાન સૂર્યોદય યોજનાનો આરંભ થશે. આથી, ટંકારાના ૧૩ ગામડાના ખેતરોમાં વીજપુરવઠો મળશે. જગતતાતને કડકડતી ઠંડીમાં અને ઉનાળામાં રાત્રીના ઝેરી જનાવરના ભય હેઠળ ખેતરે પિયત માટે વિજ પુરવઠો બંધ કરી દિવસે પાવર મળે તેવી માંગણી બાદ રાજ્ય સરકારે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત તબક્કાવાર તાલુકાના ગ્રામ્ય ખેત વિજ જોડાણ માટે દીવસે આપવા માટે ટંકારાના ૧૩ ગામડાને આવરી લઈ આગામી ૧૦ જાન્યુઆરીના રોજ પાણી પુરવઠા અને પશુપાલન યોજના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના વરદ હસ્તે જામનગર રોડ પર સ્થિત પ્રભુચરણ આશ્રમ ખાતે બપોરના ત્રણ વાગ્યે કરવામાં આવશે. આ તકે રાજકોટ સાંસદ મોહનભાઈ કુંડારીયા ઉપસ્થિત રહેશે. ત્યારે ટંકારાના ખેડુતોને હવે દિવસે વિજ પુરવઠો મળશે. આ યોજનાને ટંકારા ભાજપના મહામંત્રી સંજય ભાગિયા, રૂપસિંહ ઝાલા સહિતના કાર્યકરોએ આવકારી છે અને સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.