મોરબી : હાલ અમુક સમાચાર માધ્યમોમાં એવા સમાચાર પ્રકાશિત થયા છે કે સોમવારે સમગ્ર ગુજરાતમાં પાઈન લાઈન વાટે મળતો ગેસ પુરવઠો બંધ રહેશે. ત્યારે આ અંગે ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવેલ છે કે મોરબી વિસ્તારના ઔદ્યોગિક, વાણિજયક, સીએનજી અને ઘરેલુ ગ્રાહકોના ગેસના પુરવઠામાં કોઈપણ જાતનો કાપ મૂકવામાં આવશે નહીં અને તમામ ગ્રાહકોને તેમની જરૂરિયાત અનુસાર ગેસનો પુરવઠો મળતો રહેશે. જેની નોંધ લેવા ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા યાદીમાં જણાવાયું છે. આ અંગે ગુજરાત ગેસના અધિકારી સંતોષ જોપેએ જણાવ્યું છે કે મોરબીમાં મુન્દ્રાથી ગેસ આયાત કરવામાં આવતો હોવાથી કોઈ તકલીફ પડશે નહિ. અને ગુજરાત ગેસ સતત ગેસ પુરવઠો આપવા માટે સક્ષમ છે. મોરબીના સીરામીક સહિતના ઉદ્યોગો, ઘર અને સીએનજી પમ્પો પર સોમવારે પણ ગેસનો પુરવઠો મળતો રેહશે. માટે કોઈ પણ ગ્રાહકોએ ચિંતા કરવાની જરૂર નથી.