ટંકારા : રાજ્ય સરકાર દ્વારા ટંકારા-પડધરીમાં કરોડોના ખર્ચે રસ્તાના કામો મંજૂર થયા છે. આથી, ધારાસભ્ય લલિત કગથરાએ માર્ગ-મકાન વિભાગનો આભાર માન્યો છે. મોરબી જિલ્લાના ટંકારા, મોરબી, રાજકોટ અને પડધરી વિધાનસભા મત વિસ્તારમાં રાજ્ય હસ્તકના રૂ. 30 કરોડ તથા પંચાયત હસ્તકના રૂ. 19.94 કરોડ મળી કુલ રૂ. 49.94 કરોડના ખર્ચે કુલ 26 રસ્તાઓના કામકાજો મંજૂર કરવામાં આવ્યા છે. આથી, ટંકારા-પડધરીના ધારાસભ્ય લલિત કગથરાએ સરકાર તથા માર્ગ-મકાન વિભાગનો આભાર વ્યક્ત કર્યો છે.