મોરબી : મોરબીમાં ત્રાજપર ચોકડી નજીક વર્લી ફિચરનો જુગાર રમતા એક શખ્સ ઝડપાયો છે. આ શખ્સની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. ગઈકાલે તા. 6ના રોજ મોરબી શહેરમાં ત્રાજપર ચોકડી નજીક જાહેરમાં વર્લી ફિચરના આંકડા લખી જુગાર રમતો પ્રવીણભાઇ ઝવેરચંદભાઇ મહેતાને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે રોકડ રૂ. 3,530 તથા મોબાઇલ મળી કુલ મુદામાલ (કીં.રૂ. 4,030) જપ્ત કર્યો છે. આરોપી પ્રવીણભાઈ સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.