મોરબી : મોરબીના કર્મઠ લોક સેવક, પ્રખર ગાંધીવાદી અને વર્ષો સુધી વિધાનસભામાં મોરબી-માળીયા (મીં) વિસ્તારનું ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કરી ચુકેલા સતવારા સમાજના સપૂત કેળવણી અને સામાજિક ઉત્થાન માટે જીંદગીભર કાર્યરત રહેલ ગોકળભાઈ પરમારના 100માં વર્ષમાં એટલે કે શતાયુના પ્રવેશદીને મોરબી-માળીયા (મીં)ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ તેઓને રૂબરૂ મળીને નિરામય દીર્ધાયુ માટેની શુભેચ્છા પાઠવી હતી. ગાંધીજીની મુર્તિ, આત્મકથાની કિતાબ તેમજ સાલ ઓઢાળીને મોરબી-માળીયા (મીં.)ની પ્રજા વતી ગોકળભાઇનું અભિવાદન કર્યું હતું. સાથોસાથ જાહેર જીવનમાં તેમણે ચિંધેલા માર્ગે આગળ વધવા આર્શિવાદ પણ મેળવ્યા હતા. ગોકળભાઈએ આ અભિવાદનના પ્રત્યુતરમાં ઘડપણ અંગેનું ભજન સ્વમુખે ગાયું હતું તેમજ કરેલું કદી એળે જતું હોતું નથી એમ કહી શક્તિ મુજબ સૌએ સમાજ સેવા અને પરમાર્થની પ્રવૃતિઓ કરતાં રહી હર કોઈને ઉપયોગી થતાં રહેવાથી માનવ જીવન સાર્થક નીવડતુ હોય છે. આ તકે મોરબી નાગરિક બેન્કના પ્રમુખ અશ્વિનભાઈ કોટક, યુવા અગ્રણી જિગ્નેશભાઈ કૈલા, ભરતભાઇ સાંણજા, જયંતિભાઈ શેરશિયા, દિવ્યેશભાઈ પટેલ વિગેરેએ પણ ગોકળભાઇનું અભિવાદન કર્યું હતું. ઇન્દ્રોદય સોલ્ટવાળા હનુભા જાડેજા આ તકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ધારાસભ્ય બ્રિજેશ મેરજાને પણ ક્ષત્રીય અગ્રણી હનુભા જાડેજાએ શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે ગોકળ બાપાનો સમગ્ર પરિવાર તેમજ શુભેચ્છકો આ કાર્યમાં સહભાગી બન્યા હતા.