પાડોશી પરિવારના બે સભ્યો સામે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હળવદ : હળવદના ઇશનપુર ગામે બે પાડોશી પરિવાર વચ્ચે અંગત અદાવત મામલે ચાલી આવતી તકરારમાં માતા અને પુત્રને તેના પાડોશી પરિવારના બે સભ્યો મારવા દોડીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ મામલે મહિલાએ તેના પાડોશી પરીવારના બે સભ્યો સામે ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ફરિયાદી કંચનબેન કરશનભાઇ છગનભાઇ વરાણીયા (ઉ.વ.૪૫ ધંધો-ઘરકામ તથા મજુરી રહે.જુના ઇશનપુર તા.હળવદ) એ આરોપીઓ જયંતીભાઇ કેશાભાઇ વરાણીયા, દીપકભાઇ કેશાભાઇ વરાણીયા (રહે.બંન્ને જુના ઇશનપરુ તા.હળવદ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૪ ના રોજ સવારના આશરે પોણા આઠેક વાગ્યે ફરીયાદી તથા આરોપીના પરીવાર વચ્ચે મનદુ:ખ ચાલતુ હોય તેથી આરોપીએ પોતાના મકાનના ધાબા ઉપરથી ફરીયાદીના પરીવારને ગાળો આપી હતી તેમન ફરીયાદી મજુરી કામે ગયા હતા. ત્યારે આરોપીઓએ રસ્તામાં ફરીયાદીને જણાંવેલ કે તમો અમારી સામે કેમ પોલીસમાં અરજી કરો છો તેમ કહી ગાળો આપી ધોકો લઇ મારવા દોડેલ અને ફરીયાદી તથા તેના દીકરાને મારી નાખવાની ધમકી આપેલ તેમજ સાહેદ ફરીયાદીના દીકરા મુન્નાને આરોપીએ લોખંડનો પાઇપ લઇને મારવા આવી મારી નાખવાની ધમકી આપી હતી. હળવદ પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.