હળવદ : અમરાપર ગામમાં વીજપોલની ભરાઈ કરતી વખતે માટીની ભેખડ પડતા દબાઈ જવાથી મજૂરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. મૂળ પંચમહાલ જિલ્લાના શેહરા તાલુકાના મંગલીયાણા ગામના વતની હાલમાં અહીં રહેતા 25 વર્ષીય પ્રવિણભાઇ કોદરભાઇ પગી ગત તા. 10ના રોજ જેટકો (વેન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ટર)ના પોલ ઉભા કરવાના ખાડામાં પોલની ભરાઇનું કામ કરતા હતા. તે દરમ્યાન માટીની ભેખડ પડતા માટીમાં દબાઇ જતા શરીરે મુંઢ ઇજા થઇ હતી. બાદમાં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થયું છે. પોલીસે આ બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.